મહાભારત
From વિકિપીડિયા
મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઇઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળજતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા(ભગવાને ગાયેલું ગીત) કહે છે.
Categories: Stub | ધર્મ | મહાભારત