કાશ્મીર
From વિકિપીડિયા
કાશ્મીર ભારતીય ઉપમહાદ્વીપ ના ઉત્તર છેડે આવેલો પ્રદેશ છે. તે ભારતનો જમ્મૂ કાશ્મીર રાજ્યનો એક ભાગ છે. તેની ઉત્તરે પાકિસ્તાન, અફગાનિસ્તાન તથા ચીન, પશ્ચિમે પાકિસ્તાન, પૂર્વ માં લડાખ પ્રદેશ તથા દક્ષીણમાં જમ્મુ આવેલાં છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેનો કુદરતી સૌંદર્ય માટે દુનિયાભર માં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.