હિન્દી ભાષા
From વિકિપીડિયા
હિન્દી એ ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દ નો ઉદ્ભવ હિન્દ માંથી થાય છે. હિન્દ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિન્દુ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુ નો અપભ્રંશ છે. હિન્દી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગીની ભાષાઓ કહેવાય છે, કારણકે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.
Categories: Stub | સાહિત્ય | ભાષાઓ