જન ગણ મન
From વિકિપીડિયા
જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨૪ જાન્યુઆરી, ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
[edit] રાષ્ટ્રગીત
જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્યવિધાતા
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ
વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્યવિધાતા
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે ।