ભૂગોળ
From વિકિપીડિયા
ભૂગોળ (અંગ્રેજી: Geography એ પૃથ્વી પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ સંસ્કૃતમાં પૃથ્વી થાય છે.
આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખાછે જેમાં લગભગ તમામ અન્ય શાસ્ત્રોના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદો આમંત્રે છે.